રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે થોડીવારમાં ધારાસભ્ય પક્ષની બેઠક શરૂ થઈ ગઈ છે. જેમાં ફરજીયાતપણે હાજર રહેવા માટે પાર્ટીએ તમામ ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યું છે. જેના પ્રમાણે, જો કોઈ ધારાસભ્ય કોઈ કારણ વગર ગેરહાજર રહેશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલા રવિવાર સાંજે ડેપ્યુટી સીએમ સચિન પાયલટે દાવો કર્યો હતો કે 30 કોંગ્રેસના ધારાસભ્ય તેમના સમર્થનમાં છે અને રાજ્યની ગેહલોત સરકાર લઘુમતીમાં છે. આ સાથે જ પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મતભેદ પણ સ્પષ્ટ કર્યો હતો. પાયલટે કહ્યું કે, તે સોમવારે થનારી ધારાસભ્ય પક્ષને બેઠકમાં સામેલ નહીં થાય. જો કે રાજસ્થાન કોંગ્રેસના ઈન્ચાર્જ અવિનાશ પાંડેએ દાવો કર્યો છે કે અમારી પાસે 109 ધારાસભ્યોના સમર્થન પત્ર છે. ગેહલોત સરકાર બહુમતીમાં છે.