રાજસ્થાન ના જાલોર માં ગત રાત્રે બસમાં આગ લાગવાની કંપાવનારી દુર્ઘટનામાં 6 મુસાફરોનાં મોત થયા છે. મુસાફરોથી ભરેલી બસ વીજળીના વાયરની ઝપટમાં આવી ગઇ, જેના કારણે જોતજોતામાં જ બસમાં આગ લાગી ગઈ. બસમાં મુસાફરી કરી રહેલા લોકો કંઈ સમજે તે પહેલા તેઓ આગની ઝપટમાં આવી ગયા હતા. દુર્ઘટનામા; જ્યાં 6 મુસાફરોનાં મોત થયા છે, બીજી તરફ અન્ય 7 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના જાલોરના મહેશપુરા વિસ્તારમાં બની છે. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ત્યારબાદ ઘાયલોને જોધપુરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.