રાજસ્થાન (Rajasthan)ના ઝુંઝુનુથી રાહતના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, જિલ્લાના ખેતરીમાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની ખાણ લિફ્ટમાં ફસાયેલા તમામ અધિકારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ લિફ્ટ તૂટવાને કારણે અધિકારીઓ 1800 ફૂટથી વધુ ઊંડાઈમાં ફસાઈ ગયા હતા. જો કે હવે તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાન (Rajasthan)ના CM ભજનલાલ શર્મા પોતે આ ઘટના પર નજર રાખી રહ્યા હતા.