ફિલ્મ નિર્દેશક એસ.એસ. રાજામૌલી અને અભિનેતા શાહરૂખ ખાનને વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ કરાયા છે. ટાઈમ મેગેઝીને 2023 માટે જાહેર કરેલી યાદીમાં બંનેના નામ સામેલ કર્યા છે. લેખક સલમાન રશ્દી અને ટીવી હોસ્ટ અને જજ પદ્મા લક્ષ્મી પણ આ યાદીમાં સામેલ છે.