ભગવાન દ્વારકાધીશ અને પુણ્યનગરી દ્વારકા ગુજરાતના જનજીવન સાથે ખૂબ જ નિકટતાથી સંકળાયેલા છે. ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અને દ્વારકાને કેન્દ્ર સ્થાને રાખીને સંગીત, ચિત્ર અને સાહિત્યના અનોખા કાર્યક્રમનું અમદાવાદના આંગણે આયોજન કરવામાં આવનાર છે.
“રાજાધિરાજ”નું આયોજન અમદાવાદમાં ઑગષ્ટ 9, 2019ના રોજ સાંજે પાંચ વાગ્યાથી સરખેજ-ગાંધીનગર રોડ પર આવેલી વાય.એમ.સી.એ. ક્લબમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રૂપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણી દ્વારા કરવામાં આવ્યું છે. “રાજાધિરાજ” કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિધ્ધ ગાયકો પાર્થિવ ગોહિલ, કિર્તીદાન ગઢવી અને કિંજલ દવે સંગીતના તાલે શ્રોતાઓને ડોલાવશે.
ભગવાન દ્વારકાધીશ અને દ્વારકાને કેન્દ્ર સ્થાને રાખીને આયોજન કરવામાં આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ સહિતના મહાનુભાવો હાજરી આપશે. આ પ્રસંગે ઇતિહાસમાં પ્રથમ વખત ભગવાન શ્રી દ્વારકાધીશના પિછવાઇ ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવશે. આ ચિત્રો ભારતના ખ્યાતનામ પિછવાઇ કલાકાર શ્રી ત્રિલોક સોની દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અંગેની કૉફી ટેબલ બૂકનું વિમોચન પણ કરવામાં આવશે, જેની પરિકલ્પના ગુજરાતના સુપ્રસિધ્ધ લેખિકા શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય દ્વારા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રસિધ્ધ પાર્શ્વગાયક શ્રી પાર્થિવ ગોહેલ દ્વારા સ્વરબધ્ધ કરવામાં આવેલા શ્રી દ્વારકાધીશના ભજનોનાં આલ્બમનું વિમોચન કરવામાં આવશે અને તેની પ્રસ્તુતિ શ્રી પાર્થિવ ગોહેલના ગૃપ દ્વારા કરવામાં આવશે. આ આલ્બમમાં પસંદ કરાયેલા ભજનો અને ગીતોની રચના સાઇરામ દવે અને મનુભાઇ રબારીએ કરી છે, જ્યારે કિર્તીદાન ગઢવી, ઓસમાણ મીર, હેમાલી વ્યાસ, કિંજલ દવે, આદિત્ય ગઢવી, દલેર મહેંદી, દમયંતિ બરડાઇ જેવા સુપ્રસિધ્ધ ગાયકોએ તેને સ્વર આપ્યો છે.
આ પ્રસંગે શ્રી ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, “મારા પિતા શ્રી પરિમલ નથવાણીની ભગવાન શ્રી દ્વારકાધીશ પ્રત્યેની અપાર શ્રધ્ધાથી પ્રેરાઇને હું પણ ભગવાન દ્વારકાધીશમાં આસ્થા ધરાવતો થયો અને તેથી જ દ્વારકા અને દ્વારકાધીશ વિશે કાંઇક નવીન પ્રકારનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ભગવાન શ્રીનાથજીના પિછવાઇ ચિત્રો તૈયાર થયા છે પરંતુ શ્રી દ્વારકાધીશના પિછવાઇ ચિત્રો પ્રથમ જ વખત તૈયાર કરવામાં આવ્યા છે. ભગવાન દ્વારકાધીશના ભજનોના આલ્બમ પણ બીજા સ્વરૂપોમાં આલ્બમ કરતા ઘણા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. મને પૂર્ણ શ્રધ્ધા અને વિશ્વાસ છે કે ભગવાન શ્રીકૃષ્ણના ભક્તોને આ કાર્યક્રમ ખૂબ જ પસંદ આવશે.”