મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેએ મંગળવારે મુંબઈના શિવાજી પાર્કથી ગુડી પડવા રેલીને સંબોધિત કરી. તેમણે પોતાના ભાષણની શરૂઆતમાં હિન્દુ ભાઈઓ અને બહેનોના સ્વાગતથી કરી. રાજ ઠાકરેએ કહ્યું કે, મનસે પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વગર શરતે સમર્થન આપી રહી છે. રાજ ઠાકરેએ કહ્યું કે, 'જો તમને યાદ હોય તો ભાજપ પહેલા હું પહેલો વ્યક્તિ હતો જેણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બને. 370 માટે મેં વખાણ કર્યા. મને કોઈ વસ્તુ ગમે છે તો હું તેના વખાણ કરું છું. જો મને કોઈ વસ્તુ પસંદ નથી આવતી તો હું તેના વખાણ નથી કરતો.'