મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરેએ EVMને લઇને મોટું નિવેદન આપ્યું છે. મમતા બેનર્જીને મળવા કોલકત્તા પહોંચેલા રાજ ઠાકરેએ પત્રકારોને સવાલના જવાબમાં કહ્યું કે, તેમને EVM મુદ્દે હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ કે ચૂંટણી પંચ પાસેથી કોઇ આશા નથી. મુલાકાત બાદ તેમણે કહ્યું કે, હું અહીં મમતા બેનર્જીને EVM મુદ્દે મળવા આવ્યો હતો, મેં તેમને મુંબઇમાં એક મોર્ચા માટે આમંત્રિત કર્યાં છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી લોકશાહીને બચાવવા માટે તત્પર છે.