ભાજપ શિવસેનાનું ગઠબંધન તૂટી ગયું અને મહારાષ્ટ્રમાં હાથમાં આવેલી બાજી ભાજપે ગુમાવી એ સૌ કોઈ જાણે છે. ત્યારે ભાજપ હવે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે નવા સબંધો વિક્સાવવાનો પ્રયત્ન કરી રહી છે. મંગળવારે MNS ચીફ રાજ ઠાકરે અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે દોઢ કલાક સુધી ચાલેલી મુલાકાત બાદ અટકળોએ વેગ પકડ્યો છે. બન્ને વચ્ચે શું વાતચીત થઈ? તેની કોઈ માહિતી નથી, પરંતુ આ મુલાકાતથી મહારાષ્ટ્રમાં નવા રાજકિય સમીકરણોની ચર્ચા તેજ થઈ ગઈ છે.