શિકાગોના ડાઉન ટાઉનમાં આવેલ વેસ્ટ ગ્રાન્ડ એવન્યુ પર શિવાલય મંદિર આવેલ છે અને તેનું સમગ્ર સંચાલન હિંદુ કલ્ચરલ સેન્ટર કરે છે. આ સંસ્થાના સંચાલકોએ સંસ્થાને વધુ દાનો પ્રાપ્ત થાય તે માટે તાજેતરમાં એક ફંડ રેઇઝીંગ કાર્યક્રમનું આયોજન કરેલ છે અને તેને સારી એવી સફળતા પ્રાપ્ત થઈ હતી.