ગુલાબ વાવાઝોડા ની અસરને પગલે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સવારથી જ સારો વરસાદ પડી રહ્યો છે. મહેસાણા અને અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદની સાથે સાથે વીજળીને કડાકા અને ભડાકા પણ થઈ રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ અને મહેસાણામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદો મળી છે. આ ઉપરાંત ઓફિસ જવાના સમયથી વરસાદ પડવાની શરૂઆત થઈ હોવાથી સવારે ઘરેથી નીકળેલા લોકોને મુશ્કેલી પડી હતી. અમદાવાદના નારણપુરા, ઘાટલોડિયા, સોલા બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. સરખેજ, વાસણા, પ્રહલાદનગરમાં પણ વરસાદ વરસ્યો છે.