ભર ઉનાળે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ગઈ રાતથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવનના સૂસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તો કેટલાક વિસ્તારમાં વાદળો છવાયા છે. જોકે, આ વાતાવરણ ખેતી માટે અનુકૂળ ન હોવાથી ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. અમરેલી, પંચમહાલ, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા જિલ્લામાં એકાએક વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું છે.
આજે ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં કમોસમી માવઠું જોવા મળ્યું છે. વહેલી સવારે જેસર પંથકમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. વીજળીના કડાકા સાથે અચાનક વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.