હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે મુંબઇમાં વરસાદી માહોલ સર્જાઇ રહ્યો છે. સોમવારે રાતે પૂર્વનાં અને પશ્ચિમનાં પરામાં સંતોષકારક વર્ષા થઇ હતી.
મુંબઇમાં આવતા ૪૮ કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વર્ષા થાય તેવાં સાનુકુળ કુદરતી પરિબળો આકાર લઇ રહ્યાં હોવાનો વરતારો હવાના ખાતાએ આપ્યો હતો.
આજે મંગળવારે પણ દિવસ દરમિયાન બાંદ્રા સી લીન્ક, મહાલક્ષ્મી, દક્ષિણ મુંબઇના ગામડિયા જંક્શન વગેરે વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. મુશળધાર વર્ષાને કારણે આ બધા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતાં.પરિણામે વાહન વ્યવહાર બહુ મંદ ગતિએ આગળ વધ્યો હતો.ટ્રાફિક સરળતાથી આગળ વધે તે માટે ટ્રાફિક પોલીસની વધુ ટુકડીઓ પણ આ બધા વિસ્તારોમાં ગોઠવવી પડી હોવાના સમાચાર મળે છે.