દેશમાં ચોમાસાની શરુઆતની સાથે જ અનેક રાજ્યોમાં ભારેથી અતીભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઉત્તર ભારતમાં ચોમાસાના વરસાદે હાહાકાર મચાવ્યો છે.ઉત્તર ભારતના મોટા વિસ્તારમાંથી પસાર થતી યમુના અને તેની ઉપનદીઓ રેલમ-છેલ થઈ છે. સતત ભારે વરસાદના કારણે કેટલીય જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં લેટેસ્ટ મળતી માહિતી મુજબ 19 લોકોના જીવ ગયા છે. પહાડી વિસ્તારોમાં વરસાદે પૂરનું રૂપ ધારણ કરતા રસ્તાઓ ધોવાઈ ગયા હતા. રાજધાની દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.