અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને વાવાઝોડાની અસરના પગલે કચ્છમાં ચાલુ સપ્તાહે ભારેથી અતિભારે વરસાદ પડયો હતો. કચ્છ ઝોનનો સિઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૭૭ ટકા વરસ્યો હતો. જેમાં છેલ્લા પાંચ દિવસમાં સરેરાશ ૮૮ ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લાનો વિક્રમી વરસાદ માંડવીમાં ૬૪ ઈંચ સાથે ૩૦૫ ટકા અને મુંદરા, અબડાસા અને નખત્રાણામાં ૨૨૫થી ૨૩૦ ટકા વરસાદ નોંધાયો છે.