લાંબા વિરામ બાદ વરસાદની આગાહી વચ્ચે કચ્છ અને સૌરાષ્ટ્રમાં (kutch-Saurashtra) સાર્વત્રિક વરસાદ (rain) ખાબક્યો હતો. સાથે સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. જોકે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો હતો. બપોર બાદ ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલટો થયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટમાં પણ ધોમમાર વરસાદના પગલે એક કલાકમાં સરેરાશ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
રવિવારે બપોરે બાદ માળિયા મિયાણાના મંદરકી ગામે વીજળી પડતા મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે ભુજમાં પણ વીજળી પડવાથી વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ઉપલેટા તાલુકાના મેરવદર ગામે વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં બે લોકો ઘાયલ થયા હતા અને તેમને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.