સિક્કીમમાં ભારે હિમવર્ષાને કારણે અનેક પર્યટકો ફસાયા છે. જેને પગલે તેમને રેસ્ક્યૂ કરવા માટે સૈન્યની મદદ લેવી પડી હતી. અહીંના હાઇવે અને અન્ય રોડ ભારે હિમવર્ષાને કારણે બ્લોક થઇ ગયા છે. હાલ બરફ હટાવવા માટે મોટા મશીનોની મદદ લેવામાં આવી રહી છે. જ્યારે વચ્ચે ફસાયેલા હજારો લોકો માટે સૈન્ય દ્વારા રાહત કેમ્પો ખોલવામાં આવ્યા છે.
ફસાયેલા મોટા ભાગના લોકો બંગાળ તેમજ અન્ય રાજ્યોના પણ છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા થઇ રહી છે ત્યારે દિલ્હી સહિતના કેટલાક રાજ્યોમાં વરસાદ પડયો હતો. સિક્કીમના ચાંગુ લેક પર હાલ મોટા પ્રમાણમાં બરફ પડી રહ્યો છે. જેથી અહીં તાપમાન પણ ઘણુ જ ઘટી ગયું છે. અહીં રેસ્ક્યૂ ઓપરેશન સોમવાર સુધી ચાલશે તેમ પ્રશાસને કહ્યું હતું.