રાજ્યમાં બાફ અને અસહ્ય ઉકળાટ બાદ આખરે શનિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવતાં લોકોએ ઠંડકનો અનુભવ કર્યાં છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાલનપુર, ડીસા, અંબાજી, સાબરકાંઠા-અરવલ્લી તેમજ મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. મધ્ય ગુજરાતમાં દાહોદ, લીમખેડા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. સૌરાષ્ટ્રમાં અમરેલી ગોંડલ, ભાવનગરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
બંગાળની ખાડીમાં સર્જાયેલુ લો પ્રેશર રાજ્યમાં સારો વરસાદ લાવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે. આ સાથે અમદાવામાં પણ સોમવારથી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.