હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 9 અને 10મી મેના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટ, કચ્છ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, અમરેલી અને પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 તારીખે રાજકોટ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થશે અને 10 મેના રોજ પોરબંદર, અમરેલી, રાજકોટ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ સુધી રાજ્યના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે.