સુપ્રીમ કોર્ટે કેન્દ્રને જામીન પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવો કાયદો લાવવા માટે સૂચન કર્યુ છે. જામીનની શરતો પુરી નહી કરી શકતા જેલમાં રહેલા આરોપીઓની જેલમુક્તિની પ્રક્રિયા સરળ બનાવવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ખાસ કાયદો લાવવા કે પછી વર્તમાન કાયદામાં સુધારા કરવા માટે આદેશ આપ્યો છે.
જસ્ટિસ એસ કે કૌલ અને જસ્ટિસ એમ એમ સુંદરેશની બેન્ચે કહ્યુ કે ભારતની જેલોમાં અન્ડરટ્રાયલ કેદીઓની ભરમાર છે. અમારી સામે મૂકવામાં આવેલા આંકડાઓથી સંકેત મળે છે કે જેલમાં બે તૃતીયાંશ કરતા વધારે કેદી અન્ડરટ્રાયલ છે.