સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘસવારી આગળ ધસી રહી છે. આજે જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાત પંથકમાં છૂટાછવાયા સૃથળે ભારે સહિત સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક હળવો મધ્યમ વરસાદ થયો હતો.
કાલાવડમાં મૂશળધાર 16 ઈંચ વરસાદથી નદી - નાળા છલકાઈ ગયા છે, તો છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 11, કલ્યાણપુરમાં 8.50, માણવદર ફલ્લા - કેશોદમાં 8, રાજકોટમાં 9 ઈંચ વરસાદ પડી ગયો છે.
જામનગર શહેરમાં સાડા ત્રણ ઈંચ વરસાદથી ઠેકઠેકાણે પાણીનો ભરાવો થયો હતો, જયારે જિલ્લામાં જોડિયામાં અઢી અને જામંજોધપુર બે ઈંચ, લાલપુર ત્રણ, ધ્રોલ પાંચ ઈંચ, કાલાવડના નિકાવા ગામે 24 કલાકમાં 7 ઈંચ તેમજ કાલાવડ નગરમાં તો આજે સામટો બાર ઈંચ વરસાદ પડી ગયો હતો.