બીજી સપ્ટેમ્બરના રોજ સવારે છ વાગ્યા પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 207 તાલુકામાં વરસાદ (Gujarat rain) નોંધાયો છે. જેમાં સૌથી વધારે 173 મિલી મીટર વરસાદ જૂનાગઢના માંગરોળ તાલુકા (Mangrol records highest rain)માં નોંધાયો છે. કચ્છના અંજારમાં 166 મિ.મી. વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર (Kalyanpur)માં 163 મિ.મી. વરસાદ પડ્યો છે. જૂનાગઢના માળિયામાં પણ 163 મિ.મી. વરસાદ પડ્યો છે. તાલાળામાં 163 મિ.મી., તો ખંભાળિયામાં 158 મિ.મી વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12 તાલુકા એવા છે જ્યાં ચાર ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. 41 તાલુકા એવા છે જ્યાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. 69 તાલુકા એવા છે જ્યાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં સારા વરસાદની આગાહી (Gujarat weather forecast) આપવામાં આવી છે.
વલસાડ, દમણ દાદરા નગર હવેલી,પોરબંદર, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી,રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં વીજળીના ચમકારા સાથે 30થી 40 કિલોમીટરના પવનની સાથે વરસાદની આગાહી છે.