ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે. સુરત, વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.