લાંબા બ્રેક બાદ હવે ફરી એક વાર ચોમાસું સક્રિય થશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. છઠ્ઠી ઓગસ્ટથી ખાસ કરીને ઉત્તર, મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે, છૂટાછવાયા સામાન્ય ઝાપટાંને બાદ કરતા છેલ્લા વીસેક દિવસથી ગુજરાતમાં ક્યાંય સારો કહી શકાય તેવો વરસાદ નથી પડ્યો, જેના કારણે ન માત્ર ગરમી વધી છે પરંતુ ખેડૂતો પણ ચિંતામાં છે.