સુરતમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. સચીન જીઆઈડીસી વિસ્તારમાં ભારે વરસાદમાં પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયું હતું. પોલીસસ્ટેશન આગળ પાર્ક વાહનો પાણીમાં ડૂબ્યા હતા. પોલીસ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને રસ્તા બંધ થયા હોવાના અહેવાલ છે.