અમદાવાદમાં વહેલી સવારથી થઈ રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નરોડા પોલીસ સ્ટેશનમાં પણ પગથિયા સુધી વરસાદી પાણી ભરાયું હતું. ભારે વરસાદની આગાહી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ આગોતરું આયોજન નહીં કરવાને કારણે અનેક સ્થળો પાણીમાં ગરકાવ થયા હતા. પાણી ભરાવાને કારણે નાગરિકો પણ હેરાનપરેશાન થઈ રહ્યાં છે.