બંગાળની ખાડીના ઉત્તર તરફના વિસ્તારમાં કાલે રવિવારે નવું લો-પ્રેશર સર્જાય તેવી પ્રબળ સંભાવના ઉભી થઈ છે. જો આ લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરમાં પરિવર્તીત થઈને ગુજરાત તરફ ગતિ કરે તો મંગળવાર આસપાસ વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના ઉભી થઈ છે. બંગાળની ખાડીના ઉત્તર તરફના વિસ્તારમાં લો-પ્રેશર ઉદભવ્યા બાદ તેની તીવ્રતા અને તેનો વ્યાપ કેટલો છે? તેના આધારે સોમવાર આસપાસ ચિત્ર સ્પષ્ટ થશે.