સમગ્ર સૌરાષ્ટ્રભરમાં શનિવારે સવારથી વાદળછાંયુ વાતાવરણ છે. બપોર બાદ ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. ગીર – સોમનાથના અનેક ગામડાઓ જેવાકે ખિલાવડ, ફાટસર, ઇટવાયા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે ઉના શહેરમાં અમીછાંટણા થયા હતા. વરસાદથી વાતાવરણમાં ઠંકડ પ્રસરતા અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી હતી. વડોદરા અને વાપીમાં પણ વરસાદી છાંટા પડ્યાં છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ છે.