ભારે ઉકળાટ અને અસહ્ય બફારા વચ્ચે આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિધિવત શરૂઆત કરી છે. દક્ષિણગુજરાતની સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અને જસદણમાં પણ ધમાકેદાર એન્ટ્રી કરતાં લોકોને ગરમીથી રાહત મળી છે. સુરેન્દ્રનગરમાં ચોટીલા, બોટાદ, સાગબારા, ડેડિયાપાડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે. નૈઋત્યના ચોમાસાનાં વિધિવત પ્રારંભને હવામાન વિભાગે સમર્થન આપ્યું છે.