સેદરડા ગામમાં ધમધોકાર વરસાદ ખાબક્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે. સેદરડા ગામની નદી બેકાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિક નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો. ગામની નદીમાં પાણી આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે JCB ચાલકે બેદરકારી દાખવી. JCB ચાલકે જીવના જોખમે કોઝ-વે પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો