ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં પવનની સાથે વરસાદ પડ્યો છે. જયારે બનાસકાંઠાના ધાનેરા અને પાંથાવાડામાં પણ વરસાદ પડ્યો હતો. અમરેલીમાં બીજા દિવસે પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે, અમરેલીના જાફરાબાદ તાલુકાના લોર, ખિસરી, માણસા, ફાચરીયા સહિતના ગામડાંઓમાં ભારે પવનની સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા. વરસાદના કારણે બીજા દિવસે પણ ગામ લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, પરંતુ બે દિવસથી પડી રહેલા વરસાદી ઝાપટાના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. ગઈ કાલે જે વરસાદની સાથે પવન ફૂંકાયો હતો તેના કરતા આજે જે વરસાદની સાથે પવન ફૂંકાઈ રહ્યો હતો તેમાં પવનની ગતિ ધીમી જોવા મળી હતી. જેમ ચોમાસામાં વરસાદ પડે અને રસ્તા પર પાણીની નદીઓ વહે તેમ આજે પડેલા વરસાદમાં પણ કેટલીક જગ્યા પર આવા જ દૃશ્યો સર્જાયા હતા.