રાજ્યના અનેક વિસ્તારોમાં આજે શનિવારે બપોરના સમયે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. એકાએક તૂટી પડેલા વરસાદથી અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.