રાજ્યમાં ગઈકાલથી જ અમદાવાદ શહેર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડતા ઓજત ડેમ ઓવરફ્લો થઈ જતા ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેના પગલે 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જૂનાગઢના ભેંસાણમાં બે કલાકમાં જ 5.5 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજયના બે ક્લાકમાં 96 તાલુકામાં તેમજ છેલ્લા 24 કલાકમાં રાજયના 200 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.