છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમા સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો જ્યારે વડગામમાં 4 ઈંચ વરસાદ, મહીસાગરના કડાણામાં 3.6 ઈંચ વરસાદ, પંચમહાલના શહેરામાં 3 ઈંચ, તિલકવાડામાં 2.6 ઈંચ વરસાદ, ખાનપુર, કઠલાલ, ગલતેશ્વર, પાલનપુર, કુકરમુંડામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.