રાજ્યમાં ફરીથી ચોમાસાનું જોર વધ્યુ છે. છેલ્લા 24 કલાકમાં 128 તાલુકામાં વરસાદ નોધાયો છે. હવામાન વિભાગ પાસેથી મળતા આંકડા પ્રમાણે, સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુરના જેતપુરપાવીમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગના 24 કલાકના વરસાદી આંકડા પ્રમાણે, 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ છોટાઉદેપુરના જેતપુરપાવીમાં 8.36 ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 7.8 ઇંચ, જાંબુધોડામાં 6 ઇંચ, છોટાઉદેપુરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયા છે. આ સાથે નર્મદાના તિલકવાડા, સંખેડા, ડભોઇ, શિનોરમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. વલસાડના કપરાડા, આણંદના બોરસદ, નસવાડીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.