હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે પણ વરસાદ થવાની સંભાવના છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વરસાદી માહોલના કારણે તાપમાનનો પારો ઘટશે જેનાથી ગરમીથી રાહત મળશે. આજે પણ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે માવઠાની વકી છે. અમદાવાદ અને વડોદરામાં કાલે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ.