રાજ્યમાં સરેરાશ 15 જૂન થી ચોમાસાની શરૂઆત થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણની વિષમતાને કારણે ચોમાસુ ડિસ્ટ્રબ થતું આવ્યું છે. 15 જુનને બદલે 20 જૂન આસપાસ ચોમાસુ સક્રિય થતું હોય છે. પરંતુ આ વર્ષ તાઉતે વાવાઝોડા બાદ વરસાદ સાવ ગયો તે ગયો..! પાણીની વ્યવસ્થા હતી તેવા ખેડૂતોએ આગોતરૂ વાવેતર પણ કરી નાખ્યું, પણ પછી વરસાદ ન થતા ખેડૂતોની મૂંઝવણ વધી હતી. વાવણી પણ અધૂરી રહી હતી. આખરે આજે સવારથી રાજ્યભરમાં કાચા સોના સ્વરૂપ વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો દમ લીધો છે. મગફળી, કપાસ, સોયાબીન અને બાજરી જેવા પાકોને જીવતદાન મળ્યું છે. તો ખેડૂતોએ પણ હાશકારો લીધો છે. તો જોઈએ રાજ્યમાં ક્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે.
સૌપ્રથમ જામનગર જિલ્લાની વાત કરીએ તો, જામજોધપુરના નારમાણા ગામે 2 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. જામજોધપુરનો સોગઠી ડેમ ઓવરફ્લો થયો છે. તો કાલાવડ પંથકના છતરમાં ઘોડાપુર જેવો માહોલ સર્જાયો છે, અનેક વાહનો કોઝવેમાં તણાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. તો કાલાવડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કાલાવડ તાલુકાના. શીતળા ગામમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ગામમાં અવર જવરનો રસ્તો બંધ થઈ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.