રાજ્યમાં રવિવારે 27 જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ભર ઉનાળે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. કમોસમી વરસાદથી ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરી તેમજ પાકને થયેલા નુકશાનની સમીક્ષા કરી હતી.