હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ હતી. વરસાદે પેટર્ન બદલી હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. શુક્રવારે મેમ્કો-નરોડા વિસ્તારમાં બે ઈંચ ઉપરાંત વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ભરાયા હતા. જ્યારે આજે વહેલી સવારથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થઇ ગયું છે. તો બીજી તરફ મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.