રેલવેમાં નોકરી કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઇએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી. રેલવેમાં નોકરીના બદલામાં લાલુ અને તેની સાથે સંકળાયેલા લોકો દ્વારા ભેટ તરીકે જમીન મેળવવાનો આરોપ છે. દિલ્હીમાં પુત્રી મિસા ભારતીના ઘરે લાલુ પ્રસાદ યાદવની પૂછપરછ કરવા સીબીઆઇના પાંચ અધિકારીની ટીમ પહોંચી હતી.