રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોમવારે જણાવ્યું હતું કે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ મધ્યપ્રદેશના ગ્વાલિયર સહિત દેશના 1,300 રેલવે સ્ટેશનોને પુનઃવિકાસ અને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. તેઓ ગ્વાલિયર સ્ટેશન પર નિર્માણ કાર્યની સમીક્ષા કર્યા બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. રેલ્વે મંત્રીએ કહ્યું કે કુલ 1,300 રેલ્વે સ્ટેશનનું પુનઃવિકાસ અને આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે અને આ અંતર્ગત ગ્વાલિયર સ્ટેશન પર 500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. ‘નેરોગેજ’ લાઇનને ‘બ્રૉડગેજ’માં ફેરવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.