પહલગામમાં આતંકી હુમલાથી ભારતભરમાં આક્રોશ હજુ શાંત નથી થયો ત્યાં કાશ્મીર ખીણમાં હવે કાશ્મીરી પંડિતો અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનું આતંકીઓ કાવતરું ઘડી શકે છે તેમ સુરક્ષા દળોનું માનવું છે. આ જોખમોને ધ્યાનમં રાખતાં સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. બીજીબાજુ પહલગામ આતંકી હુમલાના ચાર શકમંદ આતંકીઓ કઠુઆમાં દેખાયા હોવાનો એક મહિલાએ દાવો કરતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી