-
ભારતીય રેલવ વિભાગ દ્વારા આ વર્ષે તેના કર્મચારીઓને 78 દિવસના પગાર બરાબરની રકમ બોનસ તરીકે આપવામાં આવશે. રેલવેના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. રેલવેના 12 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને બોનસનો લાભ મળશે. જેના કારણે રેલવે પર 2000 કરોડનો બોજો આવશે. દુર્ગાપૂજા પહેલા જ કર્મચારીઓને બોનસ ચુકવવામાં આવે તેવી શક્યતા છે. જોકે બોનસની ગણતરીમાં માસિક વેતનની સિલિંગ 7000 રુપિયા રહેશે. આમ દરેક કર્મચારીને બોનસ તરીકે લગભગ 18000 રુપિયા મળશે. બોનસની રકમ સીધા તેમના બેન્ક ખાતામાં જમા થશે.