Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કૃષિ ખરડાઓના વિરોધમાં ૨૫મી સપ્ટેમ્બરે બે ડઝન કરતાં વધુ ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે. બીજીતરફ ગુરુવારથી પંજાબમાં ૩૧ ખેડૂત સંગઠનો દ્વારા રેલરોકો આંદોલન શરૂ કરાયું હતું. ઓલ ઇન્ડિયા ફાર્મર્સ યુનિયન, ભારતીય કિસાન યુનિયન, ઓલ ઇન્ડિયા કિસાન મહાસંઘ અને ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટી દ્વારા શુક્રવારના રોજ દેશવ્યાપી બંધનું એલાન અપાયું છે. તે ઉપરાંત ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ, નેશનલ ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસ, સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ, હિંદ મજદૂર સભા, ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન સેન્ટર અને ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર સહિતના ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ભારત બંધના એલાનને સમર્થન જાહેર કર્યું છે. ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટીના સંયોજક વી એમ સિંહે જણાવ્યું હતું કે, જો એમએસપી અને ગરીબોને ખાદ્ય સુરક્ષાની બાંયધરી નહીં અપાય તો દેશભરમાં અંધાધૂંધી ફેલાશે. રાષ્ટ્રપતિએ સંસદમાં પસાર કરાયેલા કૃષિ ખરડાઓને મંજૂરી આપવી જોઇએ નહીં. જય કિસાન આંદોલનના અવિક સહાએ જણાવ્યું હતું કે, અમે કેન્દ્ર સરકારને લાખો પત્ર લખીને વિનંતીઓ કરી હતી પરંતુ સરકારે તે સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો. ભારતીય કિસાન યુનિયને જણાવ્યું હતું કે, ૨૫મી સપ્ટેમ્બરના રોજ દેશભરમાં ખેડૂત કરફ્યૂ રહેશે. ઠેર ઠેર ચક્કાજામ સર્જવામાં આવશે. કાયદામાં એમએસપીની બાંયધરી નહીં અપાય ત્યાં સુધી અમારું આંદોલન જારી રહેશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ