રાજકોટમાં સોમવારે સવારે પડધરી અને ચાણોલ રેલવે સ્ટેશન વચ્ચે એક માલગાડીનો ડબ્બો પાટા ઉપરથી નીચે ઉતરી જતાં રેલવ્યવહારને અસર પહોંચી છે. એક કોચ પાટા પરથી નીચે ઉતરતા ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. રેલવે વિભાગના સૂત્રો અનુસાર જામનગર, દ્વારકા અને રાજકોટ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. રેલવે વિભાગે ડિરેલ થયેલા ડબ્બાને દૂર કરવા કામગીરી શરૂ કરી છે.