આવકવેરા વિભાગે હૈદરાબાદના હીટરો ફાર્મા જૂથ પર દરોડા પાડીને 550 કરોડની બેહિસાબી આવક જપ્ત કરી છે. આ ઉપરાંત 142 કરોડની રોકડ પણ જપ્ત કરી છે. કંપનીના અધિકારીઓએ તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવા ઉપલબ્ધ ન હતા. આવકવેરા વિભાગ દ્વારા છઠ્ઠી ઓક્ટોબરે છ રાજ્યોમાં 50થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ તપાસમાં કેટલાક બેન્ક લોકરો પણ મળી આવ્યા હતા. તેમાથી 16 લોકર ચાલતા હતા. આ તપાસના પરિણામે 142,87 કરોડની અઘોષિત રોકડ પકડવામાં આવી હતી. અત્યાર સુધી પકડાયેલી બેહિસાબી રકમ 550 કરોડ જેટલી થાય છે. આ તપાસ હજી પણ ચાલુ છે અને આંકડો વધી શકે છે.