પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ) સામે ફરી દેશવ્યાપી સપાટો બોલાવવામાં આવ્યો છે. ગુજરાત સહિત આઠ રાજ્યોમાં પીએફઆઇના અનેક સ્થળો પર એજન્સી રાજ્યોની પોલીસ સાથે મળીને ત્રાટકી હતી, આ દરોડા દરમિયાન દેશભરમાંથી વધુ ૨૦૦ લોકોની અટકાયત-ધરપકડ કરવામાં આવી છે, અગાઉ ઇડી અને એનઆઇએ દ્વારા ૧૫ રાજ્યોમાં દરોડા પડાયા હતા અને ૧૦૦થી વધુ લોકોની અટકાયત કરાઇ હતી, તેથી અત્યાર સુધીમાં અટકાયતમાં લેવાયેલા લોકોની સંખ્યા ૪૦૦ને પાર પહોંચી ગઇ છે.