મધ્યપ્રદેશના ભોપાલ એરપોર્ટ પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. બેંગલુરૂથી બંને દિલ્હી પરત ફરી રહ્યા હતા, આ દરમિયાન ખરાબ હવામાનના કારણે ભોપાલ એરપોર્ટ પર તેમના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ અંગે સ્થાનિક અધિકારીએ માહિતી આપી છે. મળતી માહિતી અનુસાર, હવે 9:30 કલાકે ભોપાલથી તેઓ ઈન્ડિગો ફ્લાઈટમાં દિલ્હી જવા રવાના થશે.