તામિલનાડુમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઇને જઇ રહેલા હેલિકોપ્ટરની ચૂંટણી અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીઓએ રાહુલ સાથે હેલિકોપ્ટર નિલગિરિસ પહોંચતા જ તપાસ કરી હતી. જોકે તપાસ દરમિયાન શું મળ્યું તેની કોઇ માહિતી જાહેર નહોતી કરાઇ.