સીપીઆઇએમના પોલિટબ્યૂરોના સભ્ય એ વિજયરાઘવને કેરળના વાયનાડમાં દાવો કર્યો હતો કે વાયનાડ લોકસભા બેઠક પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને કોમવાદી લઘુમતી તાકતોને કારણે જીત મળી હતી. તેમણે પક્ષના કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે વાયનાડ પરથી બે નેતાઓ ચૂંટાયા, કોના સમર્થનથી તેમને જીત મળી? આ સમર્થન કોમવાદી લઘુમતી ગઠબંધનનું હતું, તેમના સમર્થન વગર જીત શક્ય જ નહોતી. સીપીઆઇએમના નેતાના આ નિવેદનનો બાદમાં કોંગ્રેસ અને અન્ય પક્ષોએ જવાબ આપ્યો હતો.