રાહુલ નાર્વેકર ને મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સોમવારે (9 ડિસેમ્બર), તેઓ બિનહરીફ ચૂંટણીમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા. રવિવારે, તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બંને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવારની સામે સ્પીકર પદ માટે નામાંકન દાખલ કર્યું હતું. આ સમયે ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. મહારાષ્ટ્ર BJP અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને ચંદ્રકાંત પાટીલ પણ સ્થળ પર હાજર હતા.